Search This Website

Sunday, October 8, 2023

રાજકોટ નાગરિક સહકારી બેન્ક ભરતી 2023

 રાજકોટ નાગરિક સહકારી બેન્ક ભરતી 2023


Rajkot Bank Recruitment: રાજકોટ નાગરિક સહકારી બેન્ક ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023 સુધી.

Rajkot Bank Recruitment: નાગરિક બેન્ક ભરતી 2023: બેન્ક ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે રાજકોટમાં Rajkot Bank Recruitment એટ્લે કે નાગરિક સહકારી બેન્ક દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવાંમા આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 22 ઓક્ટોબર 2023 સુધી પોતાની અરજી કરી શકે છે. જેમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવાં આવશે. જેની અરજી કરવા માટેની છેલ્લી તારીખો પણ અલગ અલગ છે જેની સંપૂર્ણ માહિતી આપણે નીચે મુજબ જોઈએ.




Rajkot Bank Recruitment 2023

  • આર્ટિકલનું નામ Rajkot Bank Recruitment
  • ભરતી સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેન્ક
  • વર્ષ 2023
  • જગ્યાનું નામ વિવિધ
  • અરજી મોડ ઓનલાઈન
  • અરજી કરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર 2023
  • ઓફિશિયલ વેબસાઇટ https://rnsbindia.com/RNSB/index.php

અગત્યની તારીખ

આ Rajkot Bank Recruitment માં અગત્યની તારીખો નીચે મુજબ દર્શાવવામાં આવી છે.ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 21 સપ્ટેમ્બર 2023
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 22 સપ્ટેમ્બર 2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તારીખ 22 ઓક્ટોબર 2023


જગ્યાનું નામ

  • મેનેજર
  • સિનિયર એકઝીકયુટિવ
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • સિનિયર મેનેજમેન્ટ પોઝિશન.

જગ્યા વિશેની માહિતી

મેનેજર

શૈક્ષણિક લાયકાત – સ્નાતક: (માન્ય યુનિવર્સિટીમાંથી પૂર્ણ સમયનો અભ્યાસક્રમ) BCA, અથવા B.E/B.Tech/B.Sc in Computers/I.T. તથા પોસ્ટ ગ્રેજ્યુએશન: (સંપૂર્ણ સમયનો અભ્યાસક્રમ માન્ય યુનિવર્સિટી MCA, અથવા M.E/M.Tech/M.Sc in Computers/I.T

વય મર્યાદા –મહત્તમ 40 વર્ષ (અનુભવી ઉમેદવારો માટે વય 5 વર્ષ સુધી છૂટછાટ આપી શકાય છે)

અનુભવ – સ્નાતક: 6 – 8 વર્ષ • અનુસ્નાતક: BFSI માં 3 વર્ષનો અનુભવ પસંદ કરવામાં આવશે

તથા અન્ય માહિતી નોટિફિકેશન આધારે રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ – 21 ઓક્ટોબર 2023

સિનિયર એકઝીકયુટિવ

શૈક્ષણિક લાયકાત – IT/કમ્પ્યુટરમાં સ્નાતક અથવા અનુસ્નાતક (માન્ય યુનિવર્સિટીમાંથી પૂર્ણ સમયનો કોર્સ)

વય મર્યાદા –35 વર્ષ (7 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી વ્યક્તિના કિસ્સામાં મહત્તમ વય મર્યાદા હળવી કરી શકાય છે, 45 વર્ષથી વધુ ન હોય)

અનુભવ – સર્વર સંબંધિત કાર્યમાં ઓછામાં ઓછો 3-5 વર્ષનો અનુભવ જરૂરી છે પસંદગી: કોઈપણ બેંકના IT વિભાગમાં સર્વર મેનેજમેન્ટના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ – 21 ઓક્ટોબર 2023


ઓફિસ આસિસ્ટન્ટ

શૈક્ષણિક લાયકાત – કોઈપણ સ્નાતક

વય મર્યાદા – મહત્તમ 30 વર્ષ.

અનુભવ – ઉમેદવારને અંગ્રેજી, ગુજરાતી સ્થાનિક ભાષા લખવા અને બોલવાની સાથે આવડતી હોવી જોઈએ. પસંદગી :- વહીવટી અનુભવ જેમ કે ફાઇલિંગ, કેશ હેન્ડલિંગ વગેરે પ્રાધાન્ય. (ફ્રેશર્સ અરજી કરી શકે છે)

અરજી કરવાની છેલ્લી તારીખ – 30 સપ્ટેમ્બર 2023

સિનિયર મેનેજમેન્ટ પોઝિશન

શૈક્ષણિક લાયકાત – કોઈપણ વર્ગ સાથે પ્રથમ વર્ગ સ્નાતક (કલા સિવાય) અથવા અનુસ્નાતક (કલા સિવાય) અથવા સી.એ.

વય મર્યાદા – મહત્તમ 50 વર્ષ. (યોગ્ય કિસ્સામાં ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી શકે છે)

અનુભવ – ઓછામાં ઓછા 15 વર્ષનો અનુભવ મેનેજર કેટેગરીમાં જેમાંથી 3 વર્ષનો સ્કેલ 3 અને તેથી ઉપરનો કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં અથવા વિભાગના વડા તરીકે અથવા કોઈપણ પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થામાં અથવા લઘુત્તમ ટર્નઓવર ધરાવતી અર્બન કો-ઓપરેટિવ બેંકમાં સીનિયર મેનેજમેન્ટ કેટેગરીમાં રૂ. 200 કરોડથી વધુ. પસંદગી: • આધુનિક બેંકિંગ સિસ્ટમનું જ્ઞાન. • I.T. જ્ઞાન જરૂરી છે.

આ Rajkot Bank Recruitmentમા અરજી કરવાની છેલ્લી તારીખ – 22 ઓક્ટોબર 2023

પસંદગી પ્રક્રિયા

આ Rajkot Bank Recruitmentની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યુ અથવા મેરીટ આધારે કરવામાં આવશે.

અરજી કરવાની રીત.

સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
ત્યાર બાદ https://rnsbindia.com/RNSB/index.php પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
હવે જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લિન્ક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહી ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવા માટેઅહી ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો


No comments:

Post a Comment

If you have any doubt let me know