Search This Website

Monday, April 7, 2025

ખેલ સહાયક ભરતી 2025 જાહેર, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી

 

ખેલ સહાયક ભરતી 2025 જાહેર, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી.


ખેલ સહાયક ભરતી 2025: શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક શિક્ષકની ભરતી કરવા અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.




યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેલ સહાયકની આ ભરતીમાં તમને માસિક કેટલો પગાર મળશે? ઓનલાઇન અરજી કઈ તારીખથી શરૂ થશે? અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? ઉમર મર્યાદા કેટલી છે? તેમજ ઓનલાઇન અરજી કઈ વેબસાઈટ પરથી કરવી તે વિગેરે તમામ માહિતી અહીં પર મૂકવામાં આવેલી છે.

ખેલ સહાયક ભરતી

ભરતી સંસ્થાગુજરાત શિક્ષણ વિભાગ
પોસ્ટખેલ સહાયક
ભરતી11 માસના કરાર આધારિત
પગાર21000 રૂપિયા માસિક ફિક્સ પગાર
ઉમર40 વર્ષ
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ8 એપ્રિલ 2025
અરજી કરવાની વેબસાઈટhttps://khelsahayak.ssgujarat.org/
  • ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત ખેલ સહાયક શિક્ષકોની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
  • નામદાર હાઇકોર્ટના ચુકાદા અન્વયે વહી મર્યાદામાં 40 વર્ષ સુધીનો વધારો કરેલ છે.
  • જે ઉમેદવારોની વહી મર્યાદા ના કારણે અરજી કરી શક્યા નથી તેવા ઉમેદવારો પાસેથી નવેસરથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
  • ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારને વહી મર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ 8 એપ્રિલ 2025 સુધીની રહેશે.
  • ઉમેદવારે ઓનલાઈન અરજી વેબસાઈટ https://khelsahayak.ssgujarat.org/ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઈટ પર મુકેલા ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂક નો પ્રકાર અને મહેનતાણું અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા અરજી કર્તા પહેલા વાંચી લેવા ભલામણ કરવામાં આવે છે.
  • આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદ્ ઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
  • ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલા અરજીને પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝ નો ફોટો તેમજ ચકાસણી માટે અસર પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

જાહેરાત

અરજી કરવાની અગત્યની તારીખ

  • ઓનલાઇન અરજી કરવાની તારીખ 4 એપ્રિલ 2025 (14 કલાકથી શરૂ થશે જ્યારે )
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ 2025 (23.59 કલાક ) સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

અરજી કરવા માટે અગત્યની લીંક

ઓનલાઇન અરજી કરવા માટેhttps://khelsahayak.ssgujarat.org/

No comments:

Post a Comment

If you have any doubt let me know