Search This Website

Wednesday, February 14, 2024

PM Suryodaya Yojana 2024

 

પીએમ સૂર્યોદય યોજના 2024 : ઘર પર મફતમાં લગાવો સોલાર પેનલ અહીંથી જાણો યોજનાની સંપૂર્ણ માહિતી.



પીએમ સૂર્યોદય યોજના 2024 :  આ યોજના હેઠળ ઘર પર લગાવો મફતમાં સોલાર પેનલ, લાઈટ બિલ આવશે 0 અને વધુમાં 12,000 થી 15,000 ની આવક થશે.


પીએમ સૂર્યોદય યોજનાની બજેટમાં જાહેરાત

તાજેતરમાં જાહેર થયેલ બજેટ માં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યોદય યોજના ની જાહેરાત કરવામાં આવેલી છે આ યોજના અંતર્ગત લોકોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા વધુ સબસીડી આપવામાં આવશે, શરૂઆતના કોઈપણ ખર્ચ વિના દરેક લોકો પોતાની છત પર આ સોલાર પેનલ લગાવી શકશે અને વીજળીનું ઉત્પાદન કરી શકશે.

 સબસીડી માં વધારો

 સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી અગાઉની સોલાર પેનલ યોજના અંતર્ગત 40% સબસીડી  આપવામાં આવતી હતી જ્યારે બજેટમાં જાહેર કરવામાં આવેલ નવી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત 60% સબસીડી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, અને બાકીની 40% રકમની લોકોને લોન આપવામાં આવશે,  આમ આ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવવા માટે કોઈપણ જાતનું રોકાણ કરવું પડશે નહીં.

યોજના નો મુખ્ય હેતુ

 સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ આ નવી યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકો પણ આ યોજનાનો વધુમાં વધુ ફાયદો લઈ શકે અને પોતાની છત પર સોલાર પેનલ લગાવી વીજળી બિલથી રાહત મેળવી શકે.

એક કરોડ ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવાનો લક્ષ્યાંક

 સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ આ નવી યોજના નો લક્ષ્યાંક એક કરોડ ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવાનો છે. આ યોજનામાં સરકાર સબસીડી વધારીને ઈચ્છે છે કે વધુમાં વધુ લોકો રોકાણ કર્યા વિના લોન લઈને આ યોજનાનો લાભ મેળવી શકે અને પોતાના ઘરો પર સોલાર પેનલ લગાવી શકે. અને ભારત રીન્યુએબલ  એનર્જી ક્ષેત્રે વધુ વિકાસ કરી શકે એ છે. આ યોજના ખાસ એવા લોકો માટે છે જેમનો મહિને વીજળીનો વપરાશ 300 unit થી ઓછો હોય.




 ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન બાદ પીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી, ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતા રમણે લોકસભામાં એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતા આ યોજનાની જોગવાઈ કરી હતી. ચાલુ વર્ષે રજૂ થયેલા બજેટમાં આ યોજના માટે 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. નાણામંત્રીએ પોતાના બજેટમાં ભાષણમાં કહ્યું છે કે આ યોજનાથી લોકો વાર્ષિક ₹10,000 થી ₹18,000 સુધીની બચત કરી શકશે 

No comments:

Post a Comment

If you have any doubt let me know