હવે ઘરે બેઠા મંગાવો અંબાજી નો પ્રસાદ : જાણો પ્રસાદ ઘરે બેઠા મંગાવવાની પ્રોસેસ.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ બે દિવસ અગાઉ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી માતાજીના ભક્તોને તેમના ઘર સુધી ઘરે બેઠા ઓનલાઈન મંદિરનો પ્રસાદ મળી રહે તે માટે ફુલ ફિલ્મેંટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ અંબાજી પ્રસાદની ઓનલાઈન સેવાનો પ્રારંભ કરાવ્યો છે, અંબાજીના ભક્તોને તેમના ઘર સુધી ઘરે બેઠા ઓનલાઈન પ્રસાદ મળી રહે તે માટે કુલ ફીલમેંટ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે, ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, હવે દરેક અંબા ભક્તોને પ્રસાદી ઓનલાઇન માધ્યમથી મળી રહેશે.
ગુજરાત રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ વિદેશમાં રહેતા અંબા ભક્તોને પ્રસાદ ઘરે બેઠા મળી રહે તે માટે ઓનલાઈન સેવાની શરૂઆત કરવામાં આવી છે.
ઓનલાઇન ઓર્ડર બાદ કેટલા દિવસમાં મળશે પ્રસાદ?
આ સેવાથી પ્રસાદનો ઓનલાઇન ઓર્ડર આપીયા પછી માત્ર સાતથી દસ દિવસમાં પ્રસાદ ભક્તોના ઘરે મળી રહેશે. આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઇ ભક્તોનું સ્ટેટસ પણ જાણી શકશે.
પ્રસાદનું એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેકિંગ
દરેક લોકો જાણે છે કે એન્વાયરમેન્ટ માટે પ્લાસ્ટિક કેટલું નુકસાનકારક છે માટે માતાજીના આ પ્રસાદનો પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરવામાં આવશે. જેના દ્વારા પર્યાવરણ જતન સાથે રક્ષણ પૂર્ણ થશે.
ટેમ્પલ દ્વારા ભાવિક ભક્તોને ઘર સુધી માતાજીનો પ્રસાદ પહોંચાડવાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે.
આ રીતે કરી શકાશે પ્રસાદ નો ઓર્ડર
જે અંબા ભક્તોને માતાજીનો પ્રસાદ પોતાના ઘરે ઓનલાઈન ઓર્ડર કરાવો હોય તેવો ભક્તોએ ઓનલાઇન ઓર્ડર કરાવવાની પ્રોસેસ વિશે જાણવું જોઈએ.
પ્રસાદ ઓર્ડર કરવાની પ્રોસેસ
સૌપ્રથમ અંબાજી ટેમ્પલ ની ઓફિસિયલ વેબસાઈટ www.ambajitemple.in પર જવું.
હોમ પેજ પર પ્રસાદ ઓનલાઇન ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
અહીં મોહનથાળ અને ચીકી બે ઓપ્શન દેખાશે.
બીજા સ્ટેપમાં ખરીદી પર ક્લિક કરવાનું રહેશે જેમાં સાઈન અપ કરવાનું થશે.
વિગતો ભર્યા બાદ તમારા મોબાઈલ નંબર માં એક ઓટીપી આવશે.
ઓટીપી દાખલ કરી લોગીન થવું.
હવે પ્રસાદ ની કિંમત ડીલીવરી ચાર્જ તારીખ અને એડ્રેસ જોઈ શકાશે.
એડ ન્યુ એડ્રેસ પર ક્લિક કરી તમારું નામ અને સરનામુ દાખલ કરો.
ઓનલાઇન પેમેન્ટ કરો અને ઓર્ડર કન્ફર્મ કરો.
મહત્વની લિંક
અંબાજી નો પ્રસાદ ઓનલાઇન ઓર્ડર કરવાની ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો.
FAQs
અંબાજી મંદિરનો પ્રસાદ ઓનલાઇન મેળવવાની વેબસાઈટ કઈ છે?
અંબાજી મંદિર નો પ્રસાદ ઓર્ડર કર્યા બાદ કેટલા દિવસે ઘરે આવશે?
સાત થી 10 દિવસની વચ્ચે
અંબાજી મંદિર ના પ્રસાદમાં શું ઓર્ડર કરી શકીએ છીએ?
મોહનથાળ અને ચીકી
No comments:
Post a Comment
If you have any doubt let me know