Search This Website

Sunday, October 8, 2023

જન્મ પ્રમાણપત્ર: આધારકાર્ડ પાનકાર્ડ પાસપોર્ટ બનાવવા માટે હવેથી અલગ અલગ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે, બસ આ 1 પ્રમાણપત્રથી થઈ જશે કામ, જાણો વિગતે માહિતી.

 જન્મ પ્રમાણપત્ર: આધારકાર્ડ પાનકાર્ડ પાસપોર્ટ બનાવવા માટે હવેથી અલગ અલગ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે, બસ આ 1 પ્રમાણપત્રથી થઈ જશે કામ, જાણો વિગતે માહિતી.


જન્મ પ્રમાણપત્ર: આધારકાર્ડ પાનકાર્ડ પાસપોર્ટ બનાવવા માટે હવેથી અલગ અલગ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે, બસ આ 1 પ્રમાણપત્રથી થઈ જશે કામ.

જન્મ પ્રમાણપત્ર: Birth Certificate: Birth Document:

દરેક લોકોને જરૂરી આધાર પુરાવા રાખવા પડતાં હોય છે પરંતુ હાલમાં તો એટલા બધા પુરાવાઓ વધી ગયા છે કે તેમને સાચવવામાં પણ તકલીફ પડી રહી છે. જ્યારે પણ તમે સરકારી કામ કાજ માટે જાઓ એટ્લે જુદા જુદા આધાર પુરાવા માંગતા ઘણી વખત સાથે ના હોવાથી સમય બગડે છે અને તેને કઢાવવા માટે અથવા તો અપડેટ કરાવવા માટે સમસ્યાઓ સર્જાતી હોય છે. આ માટે નવો નિયમ બનાવવામાં આવ્યો છે કે દરેક જગ્યા પર જન્મ પ્રમાણપત્રથી કામ ચલાવી લેવામાં આવશે. આવો જોઈએ વધુ માહિતી.


Births and Deaths Registration Amendment Act, 2023 : જ્યારે પણ તમે કોઈ શાળા-કોલેજમાં એડમિશન લેવા અથવા આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજો બનાવવા માટે સરકારી ઓફિસમાં જાઓ છો, ત્યારે ત્યાં તમારી પાસેથી ઘણા પ્રકારના અન્ય દસ્તાવેજો પૂછવામાં આવે છે. આમાં તમારી જન્મ તારીખનો પુરાવો, સરનામાનો પુરાવો, આવક પ્રમાણપત્ર વગેરેનો સમાવેશ થાય છે. આના કારણે ઘણી વખત તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને દસ્તાવેજો તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. જોકે હવે આ સમસ્યાને ઉકેલવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. જે તમને લગભગ તમામ મહત્વપૂર્ણ કાર્યો માટે પુરાવા તરીકે માત્ર જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપે છે.

આ કાયદો 1 ઓક્ટોબરથી લાગુ.

આ કાયદા માટે સંસદે ગયા ચોમાસા સત્રમાં જન્મ અને મૃત્યુ નોંધણી સુધારણા અધિનિયમ, 2023 પસાર કર્યો હતો, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 ઓગસ્ટના રોજ પોતાની સંમતિ આપી હતી. નવો સંશોધિત કાયદો 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે જે શાળા અને કોલેજોમાં પ્રવેશ, ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવા, આધારકાર્ડ અથવા પાસપોર્ટ બનાવવા માટે અરજી કરવા અને લગ્નની નોંધણી જેવા ઘણા કાર્યો અને સેવાઓ માટે જન્મને એક દસ્તાવેજ તરીકે બનાવશે.


કાયદાના અમલથી શું ફાયદો થશે ?

આ કાયદો રજિસ્ટર્ડ જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય અને રાજ્ય-સ્તરનો ડેટાબેઝ બનાવવા માટે ડિજિટલ નોંધણી અને જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રોના ઇલેક્ટ્રોનિક વિતરણની સુવિધા આપશે. આનાથી બાકીના ડેટાબેઝને અપડેટ કરવામાં પણ મદદ મળશે. સરકારનું કહેવું છે કે, આનાથી નાગરિકોના જન્મ અને મૃત્યુ વિશે વધુ સચોટ અને વિશ્વસનીય માહિતી મળશે. આ ઉપરાંત લોકોને વિવિધ સરકારી સેવાઓ મેળવવામાં પણ સરળતા રહેશે. સરકાર જન્મ પ્રમાણપત્રની પ્રક્રિયાને પણ સરળ બનાવી રહી છે, જેથી કરીને તેને મેળવવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

પ્રક્રિયા બનશે સરળ.

આ કાયદો દત્તક લીધેલા, અનાથ, ત્યજી દેવાયેલા, આત્મસમર્પણ, સરોગેટ બાળક અને સિંગલ પેરેન્ટ અથવા અપરિણીત માતાના બાળકની નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવાની જોગવાઈ કરે છે. તમામ તબીબી સંસ્થાઓ માટે રજિસ્ટ્રારને મૃત્યુના કારણનું પ્રમાણપત્ર પ્રદાન કરવાનું ફરજિયાત બનાવે છે. આનાથી મૃત્યુની ઝડપી નોંધણી અને આપત્તિ અથવા રોગચાળાની સ્થિતિમાં પ્રમાણપત્રો જાહેર કરવાની સુવિધા મળશે.

જન્મ પ્રમાણપત્ર

ગમે ત્યારે તમે શાળા કોલેજોમાં એડમિશન લેવા જાઓ કે પછ આધારકાર્ડ, પાનકાર્ડ કે પાસપોર્ટ બનાવવા માટે જાઓ છો ત્યારે તમારી પાસેથી ઘણા બધા ડૉક્યુમેન્ટ લેવામાં આવે છે. જેમાં જન્મ પ્રમાણપત્ર, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝ ફોટો, સરનામાનો પુરાવો જેવા ડૉક્યુમેન્ટ નો સમાવેશ કરવામાં આવે છે. આ ડૉક્યુમેન્ટના લીધે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. અને સમય પણ વેડફાઇ છે આ તમામ સમસ્યાના જવાબ સ્વરૂપે કેન્દ્ર સરકાર એક નિયમ કે કાયદો લાવી રહી છે જેમાં તમામ અગત્યના કામોમાં જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપી છે.



ક્યારે થશે આ કાયદો લાગુ

આ જન્મ પ્રમાણપત્ર વાળો કાયદો ગયા ચોમાસા સત્રમાં સાંસદે રજૂ કરવામાં આવ્યો હતો જેને દેશના રાષ્ટ્રપતિજીએ 11 ઓગસ્ટે મંજૂરી આપી દીધી છે. આ નવો કાયદો 1 ઓક્ટોબર 2023થી લાગુ થવા જય રહ્યો છે. જે શાળા અને કોલેજોમાં પ્રવેશ, ડ્રાઇવિંગ લાયસન્સ જાહેર કરવા, આધારકાર્ડ બનાવવા, પાસપોર્ટ બનાવવા, અને લગ્ન નોંધણી માટે જન્મ પ્રમાણપત્ર ને એક ડૉક્યુમેન્ટ બની જશે.

આને પણ વાંચો : આધારકાર્ડ માં સુધારો કરો ઓનલાઈન, જાણો સ્ટેપ વાઇઝ માહિતી

શું ફાયદો થશે

આ કાયદાથી સૌથી પહેલા તો લોકોના સમયમાં બચાવ થશે. આ કાયદો રજિસ્ટર્ડ જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર ડેટાબેઝ બનવવા માટે ડિજિટલ નોંધણી અને જન્મ અને મૃત્યુના ડૉક્યુમેન્ટના ઈલેક્ટ્રોનિક વિતરણની સુવિધા આપશે. જેનાથી બાકીના ડેટાબેઝને અપડેટ કરવા સરળ બનશે. જેનાથી લોકોના જન્મ ને મૃત્યુ વિષેની સચોટ માહિતી મળશે.

આ સિવાય લોકોને જુદી જુદી સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહેશે. સરકાર જન્મ પ્રમાણપત્રની સેવાને સિપાલ બનાવી રહી છે. જેથી કરીને આ પ્રમાણપત્ર મેળવવામાં સમસ્યા ના થાય.

કાયદાથી પ્રક્રિયા સરળ થશે

આ કાયદો દતક લીધેલા, અનાથ, છોડી દેવાયેલા, આત્મા સમર્પણ, સરોગેટ બાળક, સિંગલ પેરેન્ટ્સ, અથવા લગ્ન પહેલા માતાના બાળકની નોંધણીને સરળ બનાવવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. તમામ હોસ્પિટલોની સંસ્થામાં રજીસ્ટરને મૃત્યુના કારણનું પ્રમાણ પત્ર આપવું ફરજિયાત બનશે. જેના લીધે મૃત્યુની ઝડપથી નોંધણી અને આપતી અથવા ભયંકર રોગચાળાની પરિસ્થિતીમાં પ્રમાણપત્ર જાહેર કરવાની સુવિધા મળી શકે.



No comments:

Post a Comment

If you have any doubt let me know