Search This Website

Sunday, October 8, 2023

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ડોક્ટરોએ જાહેર કરી ગાઈડલાઈન

 

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ડોક્ટરોએ જાહેર કરી ગાઈડલાઈન

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ડોક્ટરે જાહેર કરી ગાઈડલાઈન : નવરાત્રી 2023 માં હાર્ટ એટેકના કેસો ન બને તે માટે આયોજકો અને ખેલૈયાઓ માટે ડોક્ટરો દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલી છે, આ ગાઈડલાઈન અંતર્ગત ખેલૈયાઓએ ગરબા રમતા પહેલા શું કરવું અને શું ન કરવું તેના સૂચનો આપવામાં આવેલા છે. આ નવરાત્રીમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો આપશે સેવા. બ્લડ પ્રેશર , ડાયાબિટીસ , હૃદયની સમસ્યા હોય તે લોકોને સાવધાન રહેવા આ ગાઈડલાઈન અંતર્ગત સૂચના આપવામાં આવેલી છે.


હાર્ટ એટેકને કારણે વધી રહેલા કિસ્સાઓને કારણે લોકોમાં ડર ભરાયેલો છે, આવામાં ગુજરાતીઓનો સૌથી મોટો ફેસ્ટિવલ નવરાત્રી આવી રહ્યો છે. આવવામાં શું કરવું તેની મૂંઝવણ થઈ રહી છે. ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલી છે. જેમાં ખેલૈયાઓએ ગરબા પહેલા શું કરવું અને શું ના કરવું તેના સૂચનો આપવામાં આવેલા છે. તેમજ આયોજકોને તૈયારી અંગે કેટલાક સૂચનો આપવામાં આવેલા છે. દરેક લોકો માટે આ ગાઈડલાઈન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેકે આ ગાઈડલાઈન ને એક વખત અવશ્ય વાંચવી જરૂરી છે, માટે દરેક લોકો સુધી આ સૂચનો પહોંચે તે ઉમદા હેતુથી આ મેસેજ વધુને વધુ આગળ શેર કરજો.

અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે નવરાત્રીમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે સાથે જ અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા સૂચવાયું છે કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયની સમસ્યા હોય તે લોકોએ સાવચેત રહેવું, રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે તો વધુ સારું તેમ જ નિયમિત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવાનું સૂચવાયું છે.

ખેલૈયાઓ માટેના મહત્વપૂર્ણ સૂચનો

  • નિયમિત એક્સરસાઇઝ ન કરતા 40 વર્ષથી વધારે ની ઉંમરના ખેલૈયાઓના પરિવારમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે હૃદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા રમતા પહેલા હૃદયની તપાસ કરાવવી જરૂરી છે
  • ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં દુખાવો થાય, માથાનો દુખાવો થાય, ઉલટી થાય, પરસેવાની સાથે ગભરામણ થાય, મૂંઝારો થાય, શ્વાસોશ્વાસની તકલીફ થાય તો ગરબા રમવાનું બંધ કરીને શાંતિથી હવામાં બેસવું
  • ખેલૈયાઓએ દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું.
  • ગરબા રમતી વખતે વારંવાર લીંબુ પાણી અને જુસ પીવું.
  • કેળું, નાળિયેર પાણી સહિત પોટેશિયમ અને મેગ્નેશિયમ વાળો ખોરાક લેવો.
  • ભરપેટ ખોરાક લીધા બાદ ગરબા રમવા નહીં
  • ગરબાના સ્થળે પ્રાથમિક સારવારની સુવિધા સાથે ડોક્ટરને ફરજ પર રાખવા
  • જો કોઈ બીમારી હોય તો નજીકના લોકોને અગાઉથી જાણ કરવી જેથી સ્વાસ્થ્યની તકલીફ થાય તો મદદ મળી શકે
  • આયોજન સ્થળ ની નજીકની હોસ્પિટલ સાથે ઔપચારિક જોડાણ કરવું જેથી કોઈ ઘટના બને તો હોસ્પિટલને જાણ કરી શકાય
  • ગરબા સ્થળે હાજર સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કરમી અન્ય લોકોને CPRની ટ્રેનિંગ આપવી
  • સાથે જ નવરાત્રી દરમિયાન નિયમિત દવા લેવી અને ડોક્ટરોની સલાહ મુજબ ગરબા રમવા
  • ખેલૈયાઓએ ગરબા રમતા પહેલા ઇકો અને ટી એમ ટી રિપોર્ટ કરાવવા ડોક્ટરો દ્વારા આ ગાઈડ લાઈનમાં સલાહ આપવામાં આવેલી છે

અગત્યની લિંક

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

No comments:

Post a Comment

If you have any doubt let me know