ગુજરાતની જનતાને રાહત, ખાદ્ય તેલના ભાવમાં ધટાડો : ભારતમાં દિવસેને દિવસે વધતી મોંઘવારીના લીધે સામાન્ય લોકો સામે રોજ નવી મુસીબત ઉભી હોય છે. દરરોજની નાની મોટી જરૂરિયાતોની વસ્તુઓ ના ભાવોમાં સતત વધારો થતો હોય છે.
આ વધતી જતી મોંઘવારીના સમયમાં સામાન્ય લોકો માટે ખુબજ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ધરખમ ઘટાડો નોંય ચુક્યો છે.
ખાદ્ય તેલના ભાવમાં ધટાડો
ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. 21 માર્ચ, 2023ના રોજ સૂર્યમુખી અને સરસવ સહિત અનેક તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં સ્થાનિક તેલ-તેલીબિયાં પરના દબાણને કારણે કપાસિયા તેલના ભાવમાં ઘટાડા સિવાય સ્થાનિક સોયાબીન અને સીંગતેલના ભાવ અગાઉના સ્તરે જ જળવાઈ રહ્યા છે.
આવો જાણીએ આજે 1 લીટર તેલની કિંમત શું થઈ ગઈ છે. લગભગ 10 મહિના પહેલા, સૂર્યમુખી તેલનો ભાવ સોયાબીન તેલ કરતાં $350 વધુ હતો, પરંતુ હાલમાં તેની કિંમત સોયાબીન કરતાં $100 નીચી થઈ ગઈ છે.
એટલે કે, સૂર્યમુખી તેલનો ભાવ અગાઉ રૂ. 200ની સરખામણીએ ઘટીને રૂ. 80-81 પ્રતિ લીટર થયો છે, જેના કારણે બજારમાં દેશી તેલ અને તેલીબિયાંનો વપરાશ ઘટી ગયો છે.
ગુજરાતની જનતાને રાહત, ખાદ્ય તેલના ભાવમાં ધટાડો
તેલીબિયાંના ખેડૂતો અને દેશના તેલ ઉદ્યોગ બંને બરબાદીના આરે પહોંચી ગયા છે. ઓછી આવક ધરાવતા જૂથો અને શેરી વિક્રેતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અથવા નાના રેસ્ટોરાંમાં ઉપયોગમાં લેવાતા પામોલિન પર 13.75 ટકાની આયાત જકાત લાગુ પડે છે,
જ્યારે ઉચ્ચ આવક ધરાવતા જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા સૂર્યમુખી તેલને 31 માર્ચ સુધી આયાત જકાત મુક્ત રાખવામાં આવે છે. સૂર્યમુખી અને સોયાબીન તેલ પર 45 ટકા સુધીની આયાત ડ્યુટી લાદવા માટે પહેલ કરવી પડશે. બહારથી મંગાવામાં આવતા સસ્તા ખાદ્યતેલોના લીધે દેશની બજારોમાં પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શનિવારના રોજ ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મલેશિયા એક્સચેન્જ એ સોમવાર સુધી બંધ રહેશે જેના લીધે પામ અને પામોલીન તેલના ભાવમાં ખુબજ મોટો ઘટાડો નોંધાય શકે છે.
ખાદ્ય તેલના ભાવમાં ધટાડો
સરસવ - 5,000-5,100 પ્રતિ ક્વિન્ટલ
મગફળી - 6,805-6,865 પ્રતિ ક્વિન્ટલ
મગફળીની તેલ મિલ ડિલિવરી (ગુજરાત) - 16,710 પ્રતિ ક્વિન્ટલ.
મગફળી રિફાઇન્ડ તેલ - 2,540-2,805 પ્રતિ ટીન
સરસવનું તેલ દાદરી - 9,600 પ્રતિ ક્વિન્ટલ
મસ્ટર્ડ પાકી ઘાણી - 1,570 - 1,640 પ્રતિ ટીન
મસ્ટર્ડ કાચી ઘાણી - 1,570 - 1,680 પ્રતિ ટીન
તલનું તેલ મિલ - 18,900 - 21,000 પ્રતિ ક્વિન્ટલ
સોયાબીન તેલ (કંડલા) - 9000 પ્રતિ ક્વિન્ટલ
પામોલિન એક્સ (કંડલા) - 9400 પ્રતિ ક્વિન્ટલ
No comments:
Post a Comment
If you have any doubt let me know